બુધવાર, 3 એપ્રિલ, 2013

¤¤¤સાહિત્યસર્જક ­: ગિજુભાઈ બધેકા બધેકા ગિજુભાઈ ભગવાનજી (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯) : બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમ ­િક શિક્ષણભાવનગરમાં ­. ૧૯૦૫માં મૅટ્રિક. પ્રિવિયસનું વર્ષપૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમા ­ં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસન ­ાભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી ­ નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન. ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતર ­નો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-ના ­ટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતીસામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરીબાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ­ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે. ‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ’- ભા.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩)વગેરે છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં ­ પુસ્તકો જાણીતાં છે. બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલોકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલો પ્રવાસે ગ્રંથમાળા, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક ગ્રંથમાળા, પશુપક્ષી ગ્રંથમાળા, પાઠપોથી ગ્રંથમાળા, રમ્યકથા ગ્રંથમાળા અને હાસ્યવિનોદ ગ્રંથમાળા બાલોપયોગી છે. ‘બાળસાહિત્યગુચ્ ­છ’માં ‘લાલ અને હીરા’, ‘દાદાજીની તલવાર’, ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકોછે; તો ‘બાળસાહિત્યવાટિ ­કા’-મંડળ : ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : ૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪), ‘ઈસપકથા’ (૧૯૩૫), ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪) જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે. બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામેછે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, ‘કેમ શીખવવું’ (૧૯૩૫), ‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) જેવાં ઉપયોગી પુસ્તકો અને ‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧), ‘સાંજનીમોજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ‘પ્રાસંગિક મનન’ (૧૯૩૨), ‘શાંત પળોમાં’ (૧૯૩૪) વગેરેએમનું ચિંતનસાહિત્ય છે.